Joel 1

GUJ2009

1 પથુએલના પુત્ર યોએલને સંભળાયેલી યહોવાની વાણી:

2 સાંભળો, હે ઇસ્રાએલના વડીલો!

3 તમે તમારાઁ સંતાનોને એની વાત કરજો;

4 તીડો તમારો બઘો પાક ખાઈ જશે.

5 હે છાકટાઓ, તમે જાગો અને આક્રંદ કરો!

6 કારણ, એક દેશે પૃથ્વીને ઢાંકી દીધી છે.

7 તેઓએ મારી દ્રાક્ષની લતાઓનો નાશ કર્યો છે

8 કોઇ કુંવારી કન્યા પોતાના જુવાન પતિના

9 યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી.

10 ખેતરો લૂંટાઇ ગયા છે.

11 હે ધરતીના ખેડનારાઓ! પોક મૂકો, આક્રંદ કરો,

12 દ્રાક્ષની વેલીઓ સુકાઇ રહી છે,

13 હે યાજકો! શોકના વસ્ત્રો ધારણ કરીને શોક કરો.

14 પવિત્ર ઉપવાસની જાહેરાત કરો. પવિત્રસભા બોલાવો, તમારા દેવ યહોવાના મંદિરમાં આગેવાનોને અને દેશવાસીઓને ભેગા કરો, અને યહોવા આગળ રૂદન કરો.

15 અરર! કેવો ભયંકર દિવસ. યહોવાનો વિશેષ દિવસ નજીક છે! સૈન્યોનો દેવ યહોવા તરફથી વિનાશ રૂપે આવશે.

16 આપણી નજર સામે જ આપણું અન્ન અદ્રશ્ય થઇ ગયું. આપણા દેવના મંદિરમાંથી સર્વ આનંદ અને ઉત્સાહ ઊડી ગયા છે.

17 સૂકી જમીન નીચે ધાન્ય સડી જાય છે. વખારો નષ્ટ થઇ છે. કોઠારો ઓછા થયા છે. ખેતરોમાં અનાજ સુકાઈ ગયું છે.

18 ઢોર ભાંભરી રહ્યાં છે! અને બળદો મુંજાયા છે; કારણકે તેઓ માટે ઘાસચારો રહ્યો નથી. ઘેટાંનાં ટોળાંઓ પણ કષ્ટ સહન કરી રહ્યાં છે.

19 હે યહોવા, હું તમને બોલાવું છું, કારણકે અગ્નિએ મરૂભૂમિના ઘાસચારાને ભસ્મ કર્યો છે અને પ્રજવલિત જવાળાઓએ ખેતરના બધા વૃક્ષો બાળી નાખ્યાં છે.

20 હા, વનચર પશુઓ પણ પાણી માટે તમને પોકારે છે; કારણકે પાણીની ઘારાઓ સુકાઇ ગઇ છે, ને અગ્નિએ વનનો ઘાસચારો ભસ્મ કર્યો છે.

Ler em outra tradução

Comparar lado a lado