1 ત્યારે અયૂબે જવાબ આપ્યો:
2 “હા, હું જાણું છું કે તું સાચું બોલે છે.
3 જો દેવ તેની સાથે દલીલ કરે,
4 તે વિદ્વાન તથા સર્વસમર્થ છે,
5 તે દેવ જ્યારે ગુંસ્સે થાય છે ત્યારે પર્વતોને હલાવી દે છે અને તેઓને તેની ખબર પડતી નથી.
6 દેવ પૃથ્વીને હલાવવા ધરતીકંપો મોકલે છે.
7 જો તે આજ્ઞા કરે, તો સૂર્ય ઊગશે નહિ,
8 તેણે એકલે હાથે આકાશને પાથર્યુ છે,
9 તેણે સપ્તષિર્, મૃગશીર્ષ તથા કૃત્તિકા બનાવ્યા છે.
10 દેવ અદભુત કાર્યો કરે છે જે લોકો સમજી શકતા નથી.
11 તે મારી બાજુમાંથી પસાર થાય છે; પણ હું તેમને જોઇ શકતો નથી.
12 તે જો ઓચિંતાના આવે અને તેમને જે કઇં જોઇતું હોય તે ઝડપમારી પડાવી લે તો તેમને કોણ રોકી શકે?
13 ઈશ્વર તેમનો ગુસ્સો રોકશે નહિ રહાબનાં મદદગારો પણ દેવથી ડરે છે.
14 તો પછી માત્ર મારા જેવા કઇ દલીલોને
15 નિદોર્ષ હોવા છતાં હું તેમને જવાબ આપી શકતો નથી
16 હું જો એની સામે ફરિયાદ કરું અને તે જવાબ આપે તો.
17 તે મને કચરી નાખવા તોફાન મોકલશે.
18 તે મને શ્વાસ લેવા દેશે નહિ,
19 હું દેવને હરાવી શકીશ નહિ,
20 હું નિદોર્ષ છું, પણ હું જે કાંઇ કહું છું તેમાં હું ગુનેગાર જ દેખાઉ છું,
21 હું નિદોર્ષ છુઁ, પણ શું વિચાર કરવો તે હું જાણતો નથી.
22 ‘માણસ કદાચ ભલે વાંક વગરનો કે અનિષ્ટ હોય પરંતુ દરેકને સરખીજ વસ્તુ થાય છે.
23 જ્યારે કોઇ ભયંકર બાબત બની જાય અને એક નિદોર્ષ માણસને મારી નાખવામાં આવે તો શું દેવ તેના પર હસશે?
24 જ્યારે દુષ્ટ માણસ એક પ્રદેશને કબ્જામાં લઇ લે છે, તો તે ન્યાયાધીશોને શું થઇ રહ્યું છે તે જોવા માટે રોકે છે?
25 “મારા દિવસો એક દોડવીર કરતા પણ વધારે ઝડપથી પસાર થઇ જાય છે.
26 ઝડપથી પસાર થતા વહાણની જેમ અંતે પોતાના શિકાર પર
27 “જો હું એમ કહું કે ‘હું મારા દુ:ખ વિષે ભૂલી જઇશ.
28 વાસ્તવમાં કશું બદલાતું નથી. વ્યથા હજી પણ મને ડરાવે છે.
29 હું પહેલેથીજ ગુનેગાર ઠરાયો છું.
30 જો હિમથી હું મારું શરીર ધોઉં
31 તો પણ દેવ મને ખાઇમાં નાખી દેશે
32 હું મારો પોતાનો બચાવ કરી શકતો નથી કારણકે તમે મારા જેવા માણસ નથી.
33 મારી ઇચ્છા છે, કોઇ આડતિયો હોત કે જે બંને પક્ષને સાંભળી શકે.
34 હું ઇચ્છું છુઁ, દેવનો શિક્ષા દંડ મારા પરથી લઇલે એવું કોઇ હોત,
35 તો હું દેવનો ડર રાખ્યા વગર તેને મોઢામોઢ કહી દઇશ.