Isaías 14

GUJ2009

1 કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે.

2 ઘણી પ્રજાઓ તેમને તેમના પોતાના વતનમાં જવામાં સાથ આપશે, અને યહોવાની આપેલી ભૂમિમાં ઇસ્રાએલીઓએ લોકોને દાસ અને દાસીઓ તરીકે રાખશે; અને તેમને કેદ પકડનારાઓને તેઓ કેદ પકડશે અને તેમના પર અન્યાય કરનારાઓ પર તેઓ રાજ્ય કરશે.

3 હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને તમારા કલેશથી તથા તમારા સંતાપથી અને તમે વેઠેલી સખત મજૂરીમાંથી તમને મુકિત આપશે.

4 તે દિવસે તમે મહેણાં મારીને બાબિલના રાજાને કહેશો કે,

5 યહોવાએ તારી દુષ્ટ સત્તાને કચડી નાખીને

6 તમે તમારા ક્રોધમાં મારા લોકોનું દમન કર્યુ છે.

7 સમગ્ર પૃથ્વી હવે નિરાંતે શાંતિ ભોગવે છે.

8 હે બાબિલનાં રાજા,

9 પાતાળમાં રહેલા શેઓલમાં ખળભળાટ

10 તેઓ બધાં તને જોઇને બોલી ઊઠે છે.

11 તારા વૈભવનો તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના સંગીતનો અંત આવ્યો છે.

12 હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર,

13 તું તારા મનમાં એમ માનતો હતો કે,

14 હું વાદળોથી પણ ઉપર જઇશ

15 પણ તું તો અધોલોકમાં આવી પડ્યો છે,

16 જ્યારે જે કોઇ તને જોશે,

17 નગરોને ખેદાનમેદાન કરી નાખ્યાં હતાં.

18 બીજી બધી પ્રજાના રાજાઓ માનપૂર્વક

19 પણ તને તો કબર પણ મળી નથી.

20 તારા નામનું કોઇ સ્મારક ઊભું કરવામાં આવશે નહિ

21 એમના પૂર્વજોના પાપ માટે તેમની હત્યાઓ કરો,

22 સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું બાબિલની સામે થઇશ, હું તેનું નામોનિશાન ભુંસી નાખીશ, એનો વંશવેલો નિર્મૂળ કરી નાખીશ.

23 “હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં જેવું બનાવી દઇશ; હું વિનાશનો સાવરણો ચલાવીશ અને બધું સાફ કરી નાખીશ.” આ સૈન્યોના દેવયહોવાના વચન છે.

24 સૈન્યોના દેવ યહોવા સમપૂર્વક કહે છે કે, “મારી યોજના પ્રમાણે જ બધું થશે. મારી ઇચ્છા અનુસાર જ બધું બનશે.

25 હું મારા દેશનાં ડુંગરો પર આશ્શૂરને પગ તળે રોળી તેનો ભૂક્કો ઉડાવી દઇશ. ત્યારે તેની ઝૂંસરી મારા લોકો પરથી ઊતરી જશે. તેનો બોજો તેમના ખભા પરથી ઊતરી જશે.

26 આ યોજના સમગ્ર પૃથ્વી માટે ઘડવામાં આવી છે. બધી પ્રજાઓ સામે આ હાથ ઉગામેલો છે.”

27 સૈન્યોના દેવ યહોવાની આ યોજના છે, અને એને કોણ સમાપ્ત કરી શકે? તેમણે હાથ ઉગામ્યો છે, એને પાછો કોણ વાળી શકે?

28 જ્યારે રાજા આહાઝનું અવસાન થયું તે વર્ષ દરમ્યાન આ પ્રમાણે દેવી વાણી સંભળાઇ.

29 હે સર્વ પલિસ્તીઓ, તમને મારનારી લાઠી ભાંગી ગઇ છે, તેથી આનંદમાં નાચશો નહિ, કારણ કે એક સાપમાંથી બીજો એક વધારે ભયંકર સાપ જન્મ લે છે, અને તેમાંથી હજી બીજો ઊડતો સાપ પેદા થાય છે.

30 પરંતુ મારા ગરીબ અને દીનદલિત લોકો રોટલો પામશે અને શાંતિથી રહેશે. હે પલિસ્તીઓ! હું દુકાળ મોકલી તમારા લોકોને જડમૂળથી ઉખેડી નાખીશ. કોઇ તેમાંથી ઉગરી શકશે નહિ.

31 હે પલિસ્તી દેશનાં નગરો, આક્રંદ કરો,

32 બીજા દેશમાંથી આવેલા સંદેશવાહકોને શો જવાબ આપવો?

Ler em outra tradução

Comparar lado a lado