1 હે યહોવા, મારી ફરિયાદનો પોકાર સાંભળો,
2 દુષ્ટ લોકો મારી વિરુદ્ધ કાવતરાં કરે છે અને મારી સામે ગુપ્ત યોજનાઓ ઘડે છે.
3 તેઓએ તેમની જીભને તરવાર જેવી તીક્ષ્ણ બનાવી છે.
4 તેઓ જાડીમાં છુપાય છે અને નિદોર્ષો ઊપર તેમનાં તીર ચલાવે છે.
5 તેઓ પોતાની દુષ્ટ ધારણા ઢ કરે છે;
6 તેઓ દુષ્ટકૃત્યો કરવા માટે યોગ્ય તકની ચતુરાઇથી રાહ જુએ છે;
7 પણ દેવ પોતે તેઓને “બાણ” મારશે,
8 દેવ તેઓના પોતાના શબ્દો તેમની વિરુદ્ધ ફરે તેમ કરશે.
9 ત્યારે લોકોને દેવનો ભય લાગશે.
10 સદાચારીઓ યહોવામાં આનંદ માણશે.