1 પોતાના અભિષિકત કોરેશને યહોવા આ મુજબ કહે છે:
2 “કોરેશ, હું તારી આગળ જઇને
3 અને હું તને અંધારા ભોંયરામાં ભંડારી
4 મારા સેવક યાકૂબને લીધે
5 હું જ યહોવા છું,
6 અને પૂર્વથી પશ્ચિમ સુધી સર્વ પ્રજાઓ જાણશે
7 હું જ પ્રકાશનો સર્જક છું અને અંધકારનો ઉત્પાદક છું.
8 “હે આકાશો, તમે ઉપરથી વરસો,
9 “જે માણસ પોતાના સર્જનહારની સામે દલીલ કરે છે તેને અફસોસ! શું માટીના ઠીંકરાં જેવો માણસ પોતાના ઘડનારની સાથે દલીલમાં ઊતરે?
10 શું માટી કુંભારને કહી શકે, ‘તું શું બનાવે છે?’ અથવા ‘તારા બનાવેલા કૂંજાને હાથા નથી?’ જે બાપને પૂછે કે, તેઁ કોને જન્મ આપ્યો છે? અને સ્ત્રીને કહે કે, ‘તું કોને જન્મ આપવા કષ્ટાય છે, તેને અફસોસ!’”
11 યહોવા, ઇસ્રાએલના પવિત્રતમ સૃષ્ટા કહે છે:
12 મેં એકલાએ જ આ પૃથ્વીનું સર્જન કર્યુ છે.
13 મેં જ કોરેશને વિજયને માટે ઊભો કર્યો છે,
14 યહોવા ઇસ્રાએલને આ પ્રમાણે કહે છે:
15 હે ઇસ્રાએલના દેવ, હે તારક, તમે સાચે જ રહસ્યમય
16 મૂર્તિઓની પૂજા કરનારાઓ
17 પરંતુ ઇસ્રાએલને યહોવાએ ઉગારી લીધું છે.
18 યહોવા આકાશનો સર્જનહાર છે.
19 હું કંઇ અંધકારના પ્રદેશના કોઇ
20 યહોવા કહે છે, “યુદ્ધમાંથી બચી ગયેલી તમે દેશવિદેશની સર્વ પ્રજાઓ એકઠી થઇને આવો. જેઓ લાકડાની મૂર્તિઓને ઉપાડીને ફેરવે છે, તારી શકે એમ નથી એવા દેવની જેઓ પૂજા કરે છે તેઓ મૂરખ છે.
21 આગળ આવો અને તમારો દાવો રજૂ કરો; ભેગા મળીને નક્કી કરો.
22 ઉદ્ધારને માટે પૃથ્વીની સર્વ પ્રજાઓને મારા તરફ જોવા દો! કારણ કે હું દેવ છું: અને મારા સિવાય બીજો કોઇ નથી.
23 “મેં મારી જાત પર સમ લીધાં છે, મેં વચન આપ્યું છે, હું તેને તોડીશ નહિ. કારણ કે તે સત્ય છે કે પૃથ્વીની સર્વ પ્રજાઓ મારી સમક્ષ ઘૂંટણિયે પડશે અને મારા નામ પ્રત્યેની વફાદારી પોતાની જીભેજ કબૂલ કરશે.
24 મારા વિષે લોકો જાહેર કરશે, યહોવા મારું સાર્મથ્ય અને ન્યાયીપણું છે.”
25 ઇસ્રાએલની સર્વ પેઢીઓ યહોવામાં ન્યાયી ઠરશે અને વિજય પામી જયજયકાર કરશે.