1 પછી યાકૂબે પોતાના પુત્રોને પાસે બોલાવ્યા અને કહ્યું, “તમે બધા ભેગા થાઓ એટલે હું તમને તમાંરા પર ભવિષ્યમાં જે વીતશે તે તમને કહું,
2 “યાકૂબના પુત્રો તમે ભેગા થાઓ, ને સાંભળો;
3 “રૂબેન, તું તો માંરો જયેષ્ઠ પુત્ર છે,
4 પૂર જેવાં તારા તીવ્રં આવેશને
5 “વળી શિમયોન તથા લેવી બંને સગાં ભાઈઓ છે,
6 હું એમના કાવતરામાં ભાગ નહિ લઉ.
7 એમનો ક્રોધ એક શાપ છે. એ ખુબ મજબૂત છે.
8 “યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે.
9 યહૂદા યુવાન સિંહ છે,
10 યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે.
11 તે પોતાના ગધેડાને દ્રાક્ષના વેલા સાથે બાંધે છે, પોતાના ખોલકાને સૌથી ઉત્તમ દ્રાક્ષના વેલા સાથે બાંધે છે.
12 દ્રાક્ષારસથી તેની આંખો રાતી થઈ છે,
13 “ઝબુલોન દરિયાકાંઠે રહેશે
14 “ઈસ્સાખાર બળવાન ગધેડો છે,
15 અને તેણે એક આરામ સ્થાન જોયું તો તે સારું હતું.
16 “ઇસ્રાએલના અન્ય પરિવારની
17 દાન માંર્ગ પાસેનો સર્પ છે,
18 “ઓ યહોવા! તું કયારે તારણ કરે એની હું વાટ જોઉં છું.
19 “ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે,
20 “આશેર પાસે શ્રેષ્ઠ જમીન હશે કે, જેમાં પુષ્કળ પ્રમાંણમાં સારા અનાજની ઊપજ થતી હોય
21 “નફતાલી છૂટથી દોડતુ હરણ છે,
22 “યૂસફ ફળદ્રુપ ડાળ છે,
23 તીરંદાજો તેની વિરુધ્ધ લડ્યાં,
24 પણ તેમનાં ધનુષ્ય થંભી ગયાં, તેમના બાહુ ધ્રુજી ઊઠયા,
25 તેને ઇસ્રાએલના ખડક, તમાંરા પૂર્વજોના દેવ, તરફથી શકિત મળી હતી.
26 તારા પિતાને મળેલા આશીર્વાદો, તારા પિતૃઓને મળેલા આશીર્વાદો કરતાં મોટા છે,
27 “બિન્યામીન તો ફાડી ખાનાર વરુ છે.
28 એ બધાં ઇસ્રાએલના બાર કુળ છે; તેમના વડવાએ તેમને જે કહીને આશીર્વાદ આપ્યા તે આ છે; તેણે પ્રત્યેકને પોતપોતાની યોગ્યતા પ્રમાંણે તેઓને આશીર્વાદ આપ્યા.
29 યાકૂબે પોતાના પુત્રોને આજ્ઞા કરી કે, “હવે હું માંરા પિતૃઓને ભેગા થવાની અણી પર છું. મને માંરા પિતૃઓ ભેગો એફ્રોન હિત્તીના ખેતરમાં આવેલી ગુફામાં દફનાવજો.
30 એ ગુફા કનાન દેશમાં માંમરેની સામે માંખ્પેલાહના ખેતરમાં છે. ઇબ્રાહીમે તે એફ્રોન હિત્તી પાસેથી કબ્રસ્તાન તરીકે વાપરવા ખરીદી હતી.
31 જ ઇબ્રાહીમ અને તેની પત્ની સારાને દફનાવેલાં છે. ત્યાં જ ઇસહાક અને તેની પત્ની રિબકાને પણ દફનાવ્યાં છે. અને ત્યાં જ મેં પણ લેઆહને દફનાવેલ છે.
32 હેથના પુત્રો પાસેથી જે ખેતર તેમાંની ગુફા સાથે ખરીદવામાં આવેલ છે.”
33 યાકૂબે પોતાના પુત્રોને સૂચના આપ્યા પછી પોતાના પગ પથારીમાં લઈ સૂઈ ગયો અને પ્રાણ છોડયો, અને તે પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.