2 Samuel 23

GUJ2009

1 દાઉદનાં અંતિમ વચનો આ છે:

2 યહોવાનો આત્માં માંરા દ્વારા બોલે છે,

3 ઇસ્રાએલના દેવ માંરી સાથે બોલે છે.

4 તે વ્યકિત પ્રભાતના તેજસ્વી પ્રકાશ

5 “દેવે માંરા કુળને મજબૂત અને સુરક્ષિત બનાવ્યું,

6 “પરંતુ દુષ્ટ લોકો કાંટા જેવા છે;

7 જો કોઇ વ્યકિત તેમને અડવા જાય

8 દાઉદના સૈન્યના શ્રેષ્ઠ શૂરવીરોમાં પ્રથમ ત્રણ આ પ્રમાંણે છે:

9 દાઉદના ત્રણ શૂરવીર યોદ્ધાઓમાં બીજો દોદોનો પુત્ર આહોહીનો એલઆઝાર હતો. જે દાઉદ સાથેના ત્રણ શૂરવીરોમાંથી એક હતો, જ્યારે પલિસ્તાનીઓએ પડકાર કર્યો હતો. તેઓ લડાઇને સારું એકઠાં થયા હતા પણ ઇસ્રાએલીઓનું લશ્કર ભાગી ગયું હતું.

10 તે થાકી ગયો ત્યાં સુધી પલિસ્તીઓની સાથે લડ્યો છતાં પણ તેણે તરવાર હાથમાં પકડી રાખી હતી. તે દિવસે દેવે ઇસ્રાએલીઓને મહાન વિજય આપ્યો. એલઆઝારે પલિસ્તાનીઓને હરાવ્યા પછી ઇસ્રાએલીઓ દુશ્મન સૈનિકોના મૃતદેહો આગળથી ફકત લૂંટેલો માંલ લેવા ગયા.

11 ત્રીજો શૂરવીર સૈનિક આગીનો પુત્ર હારારનો શામ્માંહ હતો. એક વખત પલિસ્તીઓ લડવા માંટે એકઠાં થયા હતાં, ત્યાં મસૂરનું એક ખેતર હતું. પલિસ્તીઓથી ડરીને ઇસ્રાએલીઓ નાસી ગયાં હતાં.

12 પણ શામ્માંહ ખેતરની વચ્ચે ઊભો રહ્યો, ખેતરનું રક્ષણ કર્યુ અને પલિસ્તીઓને હરાવી દીધા. તે દિવસે પણ યહોવાએ મોટો વિજય અપાવ્યો હતો.

13 કાપણીના સમયે શરૂઆતમાં જયારે પલિસ્તીઓની એક ટુકડી રફાઈમની ખીણમાં હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ તે વખતે અદુલ્લામની ગુફામાં રહેતા દાઉદ સાથે જોડાયા.

14 બીજીવાર ત્યારે દાઉદ ગઢમાં રહેતો હતો. પલિસ્તી સૈનિકોની ટૂકડી બેથલેહેમમાં હતી.

15 દાઉદ ઝૂરવા લાગ્યો અને બોલી ઊઠયો, “આહ! બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને કોઈ લાવી આપે તો કેવું સારું!”

16 ત્યારે આ ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણીમાંથી પસાર થઈને કૂવામાંથી પાણી ખેંચ્યું અને દાઉદ પાસે લાવ્યાં. પણ દાઉદે તે પીવાની ના પાડી અને યહોવાની આગળ રેડી દીધું.

17 તે બોલ્યો, “ઓ યહોવા, આ હું કેવી રીતે પી શકું? એ તો માંરા માંટે પોતાના પ્રાણ સંકટમાં મૂકનાર આ ત્રણ શૂરવીરોનું લોહી પીધા બરાબર છે.”

18 યોઆબના ભાઈ સરૂયાનો પુત્ર અબીશાય ત્રણ શૂરવીરોમાં સૌથી વધારે શૂરવીર હતો. એક વખતે તેણે એકલા હાથે ત્રણસો માંણસોની સાથે યુદ્ધ કરી તેઓનો સંહાર કર્યો હતો. આ વીરતા ભરેલા કાર્યને લીધે આ ત્રણ શૂરવીરોમાં તે ખૂબ પ્રખ્યાત થયો.

19 તે પ્રખ્યાત હોવાથી તે તેઓમાંનો ન હોવા છતાં તેઓનો સરદાર બન્યો હતો.

20 યહોયાદાનો પુત્ર કાબ્સએલનો બનાયા પણ શૂરવીર પુરુષ હતો અને તેણે અનેક શૂરવીર કાર્યો કર્યા હતા. તેણે મોઆબના અરીએલના બે બળવાન પુત્રોને માંરી નાખ્યા હતા, અને એક દિવસે જ્યારે બરફ પડતો હતો, તેણે એક ખાડામાં ઊતરીને એક સિંહને માંર્યો હતો.

21 વળી પ્રચંડકાય એક મિસરીને પણ માંરનાર એ જ હતો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા ફકત એક લાકડી લઈને તેની સામે પહોંચી ગયો અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈ તેના વડે જ તેને માંરી નાખ્યો.

22 બનાયા આવાં કાર્યોને લીધે જ પેલા ત્રણ શ્રેષ્ઠ શૂરવીરો જેટલું જ નામ મેળવ્યું.

23 તે ત્રીસ વીરો કરતાં પણ વધારે વિખ્યાત હતો, પણ તે ત્રણ વીરોમાંનો એક નહોતો. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો મુખ્ય અધિકારી બનાવ્યો હતો.

24 બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાંણે છે:

25 હરોદમાંથી શામ્માંહ અને અલીકા;

26 પાલટીમાંથી હેલેસ,

27 અનાથોથમાંથી અબીએઝેર;

28 અહોહમાંથી સાલ્મોન;

29 નટોફાથી બાઅનાહનો પુત્ર હેલેબ;

30 પિરઆથોનમાંથી બનાયા;

31 આર્બાથી અબીઆલ્બોન;

32 શાઆલ્બોનમાંથી એલ્યાહબા;

33 હારારથી શામ્માંહ, પુત્ર,

34 માંઅખાથીના પુત્ર અહાસ્બાય દીકરો

35 કામેર્લમાંથી હેસ્રોઇ,

36 સોબાહમાંથી નાથાનનો પુત્ર યિગઆલ;

37 આમ્નોનમાંથી સેલેક;

38 યિથામાંથી ઇરા અને ગારેબ,

39 ઊરિયા હિત્તી,

Ler em outra tradução

Comparar lado a lado