1 Crônicas 3

GUJ2009

1 દાઉદને હેબ્રોનમાં જે પુત્રો થયા તેમાં યિઝએલી અહીનોઆમથી જન્મેલો આમ્મોન,

2 દાઉદનો ત્રીજો પુત્ર, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માઅખાહથી જન્મેલો આબ્શાલોમ હતો.

3 પાંચમો, શફાટયા જેની માતા અબીટાલ હતી,

4 આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યાં હતા.

5 અને ત્યાં તેને આમ્મીએલની પુત્રી બાથ-શૂઆથી જન્મેલા પુત્રો:

6 દાઉદને બીજા નવ પુત્રો હતા: યિબ્હાર, અલીશામા, અલીફેલેટ.

7 નોગાહ, નેફેગ, યાફીઆ;

8 અલીશામા, એલ્યાદા અને અલીફેલેટ.

9 તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ સઘળા દાઉદના પુત્રો હતા; અને તામાર તેઓની બહેન હતી.

10 સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ;

11 તેનો પુત્ર યહોરામ, તેનો પુત્ર અહાઝયા, તેનો પુત્ર યોઆશ;

12 તેનો પુત્ર અમાસ્યા તેનો પુત્ર અઝાર્યા, તેનો પુત્ર યોથામ;

13 તેનો પુત્ર આહાઝ, તેનો પુત્ર હિઝિક્યા, તેનો પુત્ર મનાશ્શા;

14 તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.

15 યોશિયાના પુત્રો: તેના જયેષ્ઠપુત્ર યોહાનાન; બીજો યહોયાકીમ; ત્રીજો, સિદકિયા; ચોથો, શાલ્લૂમ,

16 યહોયાકીમના પુત્રો: તેનો પુત્ર યખોન્યા, તેનો પુત્ર સિદકિયા.

17 બંદીવાન યખોન્યાના પુત્રો: તેનો પુત્ર શઆલ્તીએલ.

18 માલ્કીરામ, પદાયા, શેનઆસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.

19 પદાયાના પુત્રો: ઝરુબ્બાબેલ તથા શિમઈ; ઝરુબ્બાબેલના પુત્રો: મશુલ્લામ તથા હનાન્યા; તેઓની બહેન શલોમીથ હતી:

20 અને હશુબાહ, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબહેસેદ, એ પાંચ ઝરૂબ્બાબેલના બીજા પુત્રો હતા.

21 હનાન્યાના પુત્રો: પલાટયા અને તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર રફાયા, તેનો પુત્ર આનાન, તેનો પુત્ર ઓબાદ્યા, તેનો પુત્ર શખાન્યા,

22 શખાન્યાનો વંશજ શમાયા, શમાયાના છ પુત્રો: હાટુશ, યિગઆલ, બારિયા, નઆર્યા, તથા શાફાટ.

23 નઆર્યાના ત્રણ પુત્રો: એલ્યોએનાય, હિઝિક્યા તથા આઝીકામ.

24 એલ્યોએનાયના સાત પુત્રો: હોદાવ્યા, એલ્યાશીબ, પલાયા, આક્કૂબ, યોહાનાન, દલાયા તથા અનાની.

Ler em outra tradução

Comparar lado a lado